*દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી પરિક્રમા પથ હાલ પૂરતો બંધ કરાયો*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર ગોખ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પહાડીઓમાં દીપડો જોવા મળતા વન્ય અભ્યારણ્ય અને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વન વિભાગ એકશન મોડમાં આવ્યું છે અંબાજીમાં ગબ્બરની પહાડીઓ પર દીપડો દેખાતા ફફડાટ બનાસકાંઠના અંબાજીમાં ગબ્બર ની પહાડીઓમાં દીપડો જોવા મળ્યો હતો. લેબર કામગીરી કરતા લોકોએ દીપડો જોતા વીડિયો બનાવ્યો હતો. ગબ્બર પર્વતની પહાડીઓમાં દીપડો હોવાની જાણ થતા લોકો અને દર્શનાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગબ્બરની પહાડીઓમાં દીપડાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ પાલનપુરની ટીમ ગબ્બર ખાતે રવાના થઈ હતી. વન્ય અભ્યારણ્ય અને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વન વિભાગ એકશન મોડમાં આવ્યું છે.
*રિપોર્ટર = વિક્રમ સરગરા , અંબાજી*


