Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે બેફામ વાહનચાલકો અને નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો ઉપર અંબાજી પોલીસ ની લાલ આંખ

*બેફામ ઓવર સ્પીડ અને રીલ બનાવા ના કારણે બાઈક ચાલકોના અંબાજીમાં થયા છે અકસ્માત*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા વાહન ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન અંગે ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેની અંદર 211 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા અને એની અંદરથી સાત થી આઠ જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા જેમના પર ડોક્યુમેન્ટ હાજરના હતા. અને 35 જેટલા વાહનોને એનસીઓ  આપવામાં આવી જે નંબર પ્લેટ ન હતી કે તૂટેલી હતી કે પછી રોંગ સાઈડ આવતા હતા. અંબાજી યાત્રાધામ ખાતે ટ્રાફિક નિયમોનું ચુસ્તપને પાલન થાય એ અનુસંધાને આજે ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા અકસ્માતો ઓછા કરી શકાય અંડર એજ ના વાહન ચાલકો ને ઘટાડી શકાય અને તેમને સંપૂર્ણ રીતે બંદ કરાવવા માટે આજે ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
બોક્સ..
@@ *બાળકોને નેની ઉંમરે વાહન ચલાવવા આપનાર માતા પિતાને અંબાજી પીઆઇ ધવલ પટેલે આપ્યો સંદેશ* @@
 અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ નાગરિકોને જણાવવાનું કે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો તમે નાના બાળકોને વાહન ચલાવવા માટે આપશો તો એના પર સતત કાર્યવાહી કરવામાં આવશે અને તેમના માતા પિતા પર પણ કાર્યવાહી કરવા મા આવશે .જેની તમામ તમામે નોંધ લેવી જોઈએ. આપણા વિસ્તારમાં કોઈ પણ આ રીતેના બનાવો ના બને તેના માટે આપના અંડર એજ બાળકોને વાહન ના આપવું જોઈએ ચલાવવા માટે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Picsart_23-07-24_20-41-09-420.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *