Delhi

અંબાતી રાયડુ કેરેબિયન લીગની ફ્રેન્ચાઇઝી સાથે જાેડાયો.. બીસીસીઆઈએ આ અંગે હજી મંજૂરી આપવા ર્નિણય લીધો નથી

નવીદિલ્હી
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિગ્સ માટે રમનારા અંબાતી રાયડુએ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં સેંટ કિટ્‌સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્‌સ ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો છે. આમ તે કેરેબિયન પ્રીમિયર લીગની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમનારો બીજાે ભારતીય ક્રિકેટર બની શકે તેમ છે. જાેકે ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) આ અંગે હજી સુધી તેને મંજૂરી આપી નથી કે કોઈ ર્નિણય લીધો નથી. આઇપીએલની ૨૦૨૩ની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમેલા અંબાતી રાયડુએ સેંટ કિટ્‌સ એન્ડ નેવિસ માટે કરાર કર્યો છે. આઇપીએલ બાદ ૩૭ વર્ષીય રાયડુએ અમેરિકામાં મેજર ક્રિકેટ લીગ (એમસીએલ) માં ટેક્સાસ સુપર કિંગ્સ માટે કરાર કર્યો હતો. જાેકે તે તેમાં રમ્યો ન હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે એ વખતે જાહેર કર્યું હતું કે કોઈ પણ ખેલાડી નિવૃત્તિ જાહેર કરે તેના તરત જ બાદ કૂલિંગ તબક્કામાં હોય છે અને તે વિદેશી લીગમાં ભાગ લઈ શકે નહીં. જાેકે રાયડુએ અમેરિકામાં નહીં. હવે કેરેબિયન પ્રીમિયર લીગમાં તેના રમવા અંગે કે મંજૂરી આપવા અંગે બીસીસીઆઈએ હજી સુધી કોઈ ર્નિણય લીધો નથી.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *