નવીદિલ્હી
ભારતીય વડાપ્રધાન મોદી હાલ અમેરિકાની મુલાકાતે છે, ત્યારે પીએમ મોદીએ તેમની યુએસ મુલાકાત પર રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે એનઆરઆઈ સમુદાયને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે અમેરિકન હોલીવુડ અભિનેત્રી અને ફેમસ ગાયિકા મેરી મિલબેને કાર્યક્રમના સમાપન સમારોહમાં ભારતીય રાષ્ટ્રગીત જન ગણ મનથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ દરમિયાન અમેરિકન સિંગર મેરી મિલબેને ભારતનું રાષ્ટ્રગીત ગાઈને ભારતીય વડાપ્રધાન મોદીના ચરણને પણ સ્પર્શ કર્યા હતા. વડાપ્રધાન મોદી અમેરિકાના ૩ દિવસના પ્રવાસે છે, જ્યાં આજે છેલ્લા દિવસે પીએમ મોદીએ દ્ગઇૈં સમુદાયને સંબોધન કર્યું હતું. આ સમારોહમાં અમેરિકન ગાયિકા મેરી મિલબેને ભારતનું રાષ્ટ્રગીત જનપ ગણપ મનપ ગાયું હતું અને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. મેરીની આ અંદાજ દરેક ભારતીયના હૃદયમાં વસી ગયો હતો તેમજ ભારતીય વડાપ્રધાને પણ મેરીની ખુબ જ પ્રસંસા કરી હતી. ત્યારે મેરીએ ગાયેલ રાષ્ટ્રગીતનો એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વાયરલ થઈ રહેલ વીડિયોને લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે. પીએમ મોદી અમેરિકન ફેમસ સિંગર મેરી મિલબેનના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યુ હતુ. ત્યારબાદ મેરી મિલબેન આવીને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. મેરી મિલબેનને પગ સ્પર્શ કરતા જાેઈને પીએમ મોદીએ તેમને રોક્યા અને તેમની સાથે હૂંફથી હાથ મિલાવ્યો હતો. જે બાદ પીએમ મોદીએ તેમના અંદાજમાં મેરી મિલબેનને હાથ જાેડીને નમન પણ કર્યુ. જવાબમાં મેરી મિલબેન પણ હાથ જાેડીને પીએમનું અભિવાદનનો સ્વીકાર છે. મેરી મિલબેને પીએમ મોદીના સમાપન સમારોહનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે અહીં આવીને ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહી છું. જ્યારે મેરીએ મધુર અવાજમાં રાષ્ટ્રગીત ગાયું અને પછી નમીને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા ત્યારે સમગ્ર પરીસર તાળીઓથી ગૂંજી ઉઠ્યું હતુ. મેરીએ રાષ્ટ્રગીત પૂરું કર્યું કે તરત જ પીએમ મોદી હાથ મિલાવવા આગળ વધ્યા, પરંતુ મેરીને નમતી જાેઈને પીએમ મોદીએ પોતે જ તેમને નમન કરીને રોક્યા અને હાથ મિલાવ્યો. હવે મેરીના અને પીએમ મોદીના આ હાવભાવની માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. એવોર્ડ વિનિંગ ઈન્ટરનેશનલ સિંગર મેરી મિલબેને પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે ‘પીએમ મોદી ખૂબ જ અદ્ભુત અને દયાળુ વ્યક્તિ છે’ તમને જણાવી દઈએ કે આ પહેલા ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર મેરી મિલબેને પીએમ મોદીની સાથે આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
