Gujarat

સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપોર જોય વાવાઝોડાની અસર વચ્ચે, વાવાઝોડાની મધ્ય રાત્રિએ અમરેલી 108 સ્ટાફની સરાહનીય કામગીરી

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના બાવિશી બરવાળા ગામની વાડી વિસ્તારમાં મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારના વાસંતીબેન સુનિલભાઈ ભડાયા ને બિપોર જોય વાવાઝોડાની મધ્ય રાત્રિએ પ્રસુતિ ની અસહ્ય પીડા ઉપડતાં તેમને 108 ઇમરજન્સી ને મદદ માટે કૉલ કરેલ. અમરેલી સીટી 108 એમ્બ્યુલન્સ વાવાઝોડા ની અસર ના કારણે ફૂકતા પવન વચ્ચે બવિશી બરવાળા જવા રવાના થઈ હતી, સ્થળ પર દર્દીની તપાસ કરતા દર્દી ને અસહ્ય પ્રસુતિ નો દુઃખાવો હોવાથી તથા બાળક નું માથું બહાર આવી ગયું હોવાથી સ્થળ પર જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. સુસવાટા સાથેના પવન અને વાવાઝોડા ની અસર વચ્ચે વાવાઝોડાની મધ્ય રાત્રિ એ અમરેલી 108 ના સ્ટાફ ઈએમટી મહેશ સોલંકી અને પાયલોટ દિનેશભાઈ ચૌહાણે સ્થળ પર જ ડિલિવરી કરાવી હતી. ડિલિવરી સમયે બાળકના ગળા માં નાળ વિટળાય ગયેલ હોવાથી બાળક રડ્યું ન હોય તાત્કાલીક અમદાવાદ ઓફિસમાં રહેલા ડોક્ટર ની સલાહ પ્રમાણે બેબી કેર, ઓક્સિજન આપી બાળકનો જીવ બચાવેલ અને માતા બાળકને સારવાર સાથે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. અને માતા બાળકનો અમૂલ્ય જીવ બચાવેલ.તેમના સગા સંબંધીઓ એ ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો. તથા 108 ઇમરજન્સી પ્રોગ્રામ મેનેજર ફયાઝ પઠાણ સાહેબ અને જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા સાહેબ દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અમરેલી 108ના સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા. બિપોર જોય વાવાઝોડા ના પગલે અમરેલી જિલ્લાની બધીજ 108 એમ્બ્યુલન્સ કોઈ પણ કટોકટી માટે તૈયાર છે. કોઈ બનાવ કે ઈમરજન્સી બને તો તાત્કાલિક 108 ઇમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી કરી છે.

*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230616-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *