*તૂટેલા વીજ થાંભલા ને હટાવાની પોલીસ જવાનો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી*
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનને જોડતી છાપરી ચેકપોસ્ટ પર પોલીસ કર્મીઓ ભારે વરસાદમાં પણ પોતાનો ફરજ બજાવી રહ્યા છે અને સતત મોનેટરીંગ અને ચેકપોસ્ટ થી આવતા જતા વાહનોને ને ચેકિંગ કરી રહ્યા છે. અંબાજી નજીક આવેલી સરદ છાપરી ચેકપોસ્ટ પર તૈનાત પુલીસ જવાનો પોતાના ફરજ ન લઈ ભારે વરસાદમાં પણ વાહનો અને સુરક્ષા ને ધ્યાને રાખી પોતાનો ફરજ બજાવી રહ્યા છે. છાપરી ચેકપોસ્ટ પર હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોલીસ જવાનો ખડપગે પોતાનો ફરજ નિભાવી રહ્યા છે. તો સાથે સાથે અંબાજી અને આજુબાજુ વિસ્તારમાં પડી ગયેલા વૃક્ષો , રસ્તાઓ વચ્ચે આવેલા ભેખડાઓ અને તૂટેલા વીજ પોલો ને હટાવાની સુંદર કામગીરી પણ અંબાજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*