Gujarat

અમિત શાહે અમદાવાદમાં ૭૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

અમદાવાદ
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિકાસકાર્યોની ભેટ આપી છે. અમિત શાહે ૭૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ન્યુ રાણીપ અને થલતેજ ગાર્ડનનું ઉદ્દઘાટન કર્યું છે. સાંસદની ગ્રાંટમાંથી તૈયાર થયેલા વિકાસકાર્યોનું આજે અમિત શાહે લોકાર્પણ કર્યુ છે. તો બીજી તરફ જગતપુર વિસ્તારમાં નવ નિર્મિત બ્રિજનું પણ કેન્દ્રીય ગૃહ પ્રધાને ઉદ્દઘાટન કર્યુ છે. શ્રી સિદ્ધિ ગ્રુપ રેલવે ઓવરબ્રિજને પણ અમિત શાહે ખુલ્લો મુક્યો છે. જે ગોદરેજ ગાર્ડન સિટીથી એસ.જી.હાઇવેને જાેડે છે. જ્યારે સવારે ૧૧-૩૦ વાગ્યે અમિત શાહ બાવળામાં ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે.અમિત શાહે ગુજરાતની જનતાને રથયાત્રાની શુભકામના આપી છે. તેમજ કચ્છીઓનું નવુ વર્ષ અને જગન્નાથની રથયાત્રા પર ક્રેડાઈ ટીમનો પણ આભાર માન્યો હતો. સાથે એ પણ તેમણે જણાવ્યુ છે કે આવતીકાલે વિશ્વના ૧૭૦ થી વધુ દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અને અન્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. અમિત શાહ અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બેઠક કરવામાં આવશે. અમિત શાહ ૨ઃ૩૦ થી ૭ વાગ્યા સુધી બેઠક નો દોર ચલાવશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજશે.જેમાં રાજ્યના વિવિધ મહત્વના પ્રોજેક્ટ અને લોકસભાના વિકાસના કાર્યોની સમીક્ષા અને ચર્ચા કરવામાં આવશે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *