આજરોજ અમરાપુર ખાતે બીબીએ તેમજ બીસીએ કોલેજ ના સભાખંડમાં બંને શાળાઓનો પ્રવેશોત્સવ આજરોજ તારીખ 13, 6, 2023 ના રોજ દબદબાભેર ઉજવવામાં આવ્યો આ તકે ધોરણ 1 તથા બાલવાટીકા ના પ્રવેશપાત્ર 18 બાળકોને હરખભેર આવકારી પ્રવેશ આપવામાં આવ્યો સાથે સાથે આંગણવાડીના 15 બાળકોને પણ પ્રવેશ અપાયો બધા જ બાળકોને પ્રમુખશ્રી રેખાબેન મોવલીયા તથા લાયઝન અમિતભાઈ કરકર, સરપંચ શ્રી મગનભાઈ કાનપરિયા, શિક્ષણ પ્રેમી ઉપસરપંચ શ્રી જેઠસુરભાઈ વાળા, માજી સરપંચ શ્રી સુખાભાઈ વાળા વિગેરે મહાનુભાવો એ શૈક્ષણિક કીટ નું વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે બંને શાળાના ધોરણ 1 થી 8 ના પ્રતિભાવંત બાળકોને તમામ મહાનુભાવો ઉપરાંત કોલેજના આચાર્યશ્રી સોરઠીયા સાહેબ ,હાઈસ્કૂલના આચાર્યશ્રી સાધુ સાહેબ, smc અધ્યક્ષ નિલેશભાઈ ખોયાણી શિક્ષણવિદ રમેશભાઈ ભીમાણી તથા ગ્રામ પંચાયત સદસ્યશ્રી મનુભાઈ તથા ભાવેશભાઈએ ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે ૧૦૦% હાજરીવાળા વિદ્યાર્થી બાળકોને તેમજ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કર્યા હતા સ્વાગત ગીત સાથે અને સુંદર વક્તવ્ય સાથે કાર્યક્રમ અધિક પ્રેરણાદાય બન્યો હતો પ્રમુખશ્રી અને મહાનુભાવો એ પ્રાસંગિક ઉદબોધન માં પ્રવેશ પામતા બાળકોને આશીર્વાદ સહ જીવનમાં ખૂબ પ્રગતિ કરી શાળાનું નામ રોશન કરે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી દાતાશ્રીઓ ની દેણગીને પણ વીરદાવેલ હતી કાર્યક્રમનું સફળ આયોજન આચાર્યશ્રી શ્રીપાલભાઈ પીઠડીયા તથા મુકેશભાઈ ઠુંમર તેમજ સમગ્ર શાળાના સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર દર્શન મુકેશભાઈ ઠુમરે કરેલ ,,,,,,,,,જય હિન્દ


