અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના તાલુકાના શેડુભાર ગામની વાડી વિસ્તારમાં મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારના રેખાબેનને મધ્ય રાત્રિએ પ્રસુતિ ની અસહ્ય પીડા ઉપડતાં આશા વર્કર બેન દ્વારા 108 ઇમરજન્સી ને મદદ માટે કૉલ કરેલ. અમરેલી સીટી 108 એમ્બ્યુલન્સ ચાલુ વરસાદ વચ્ચે શેડુભાર ગામ જવા રવાના થઈ હતી, વાડી વિસ્તાર માં એમ્બ્યુલન્સ જઇ શકે તેમ ન હોવાથી ઈએમટી સાગર મકવાણા તથા પાઈલોટ યોગેશભાઈ વૈધ જરુરી મેડિકલ સાધનો લઈ સ્થળ પર પહોંચી દર્દીની તપાસ કરતા દર્દી ને અસહ્ય પ્રસુતિ નો દુઃખાવો હોવાથી તથા બાળક નું માથું બહાર આવી ગયું હોવાથી સ્થળ પર જ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. ચાલુ વરસાદ વચ્ચે મધ્ય રાત્રિ એ અમરેલી 108 ના સ્ટાફ ઈએમટી સાગર મકવાણા અને પાયલોટ યોગેશભાઈ વૈધે સ્થળ પર જ ડિલિવરી કરાવી હતી. ડિલિવરી સમયે બાળકના ગળા માં નાળ વિટળાય ગયેલ હોવાથી બાળક રડ્યું ન હોય તાત્કાલીક અમદાવાદ ઓફિસમાં રહેલા ડોક્ટર ની સલાહ પ્રમાણે બેબી કેર, ઓક્સિજન આપી બાળકનો જીવ બચાવેલ અને માતા બાળકને સારવાર સાથે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. અને માતા બાળકનો અમૂલ્ય જીવ બચાવેલ.તેમના સગા સંબંધીઓ એ ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો. તથા 108 ઇમરજન્સી પ્રોગ્રામ મેનેજર દિલીપ સોલંકી સાહેબ અને જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા સાહેબ દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અમરેલી 108ના સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા. અમરેલી જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ કોઈ પણ કટોકટી માટે તૈયાર છે. કોઈ બનાવ કે ઈમરજન્સી બને તો તાત્કાલિક 108 ઇમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી કરી છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


