Gujarat

અમરેલી શહેર ભાજપ દ્વારા શહેરના 11 વોર્ડ અને 81 બુથોમાં અલ્પકાલીન વિસ્તારની કામગીરી પૂર્ણ કરવામાં આવી…

ગુજરાત પ્રદેશ ભાજપ તથા જિલ્લા ભાજપની સુચના મુજબ અમરેલી શહેર ભાજપ દ્વારા સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત અમરેલી શહેરના 11 વોર્ડ અને 81 બુથોમાં દરેક બુથ દીઠ અલ્પકાલીન વિસ્તારકો દ્વારા પ્રવાસ કરી ઘર ઘર સંપર્ક કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારનાં નવ વર્ષમાં થયેલા વિકાસના કાર્યો તથા સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ ની અનેકવિધ જન કલ્યાણ ની યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચે એ માટે અલ્પકાલીન વિસ્તારકો દ્વારા શહેરના દરેક બુથોમાં પ્રવાસ કરવામાં આવ્યો હતો અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના નવ વર્ષના કાર્યોની બુકલેટ અને પત્રિકાઓ આપવામાં આવી હતી તથા નરેન્દ્ર મોદીજીને સમર્થન આપવા માટે 90 90 90 20 24 નંબર પર મિસ કોલ કરાવી રમેશ દ્વારા આવેલ લિંકમાં પોતાની વિગતો ભરાવી હતી તથા નમો એપ ડાઉનલોડ કરાવી હતી આ કામગીરીમાં જીલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા,વિધાનસભાનાં વિસ્તારક દિગ્વિજયસિંહ ગોહિલ શહેર ભાજપના મહામંત્રી રાજેશ માંગરોળીયા, ભરતભાઈ મકવાણા, જીલ્લા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ મનીષબેન રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, તથા નગરસેવકો, શહેર ભાજપના હોદ્દેદારો, મંડલ મોરચાના હોદ્દેદારો,શક્તિકેન્દ્ર નાં ઇન્ચાર્જો, કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ જોડાયા હતા એમ શહેર ભાજપ મહામંત્રી રાજેશ માંગરોળીયા એ જણાવ્યું
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230629-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *