Gujarat

જનસેવા અને લોક સેવાઓમાં સદાય તત્પર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાનો આવતીકાલે જન્મદિવસ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આવતીકાલે જન સેવા અને લોક સેવાઓમાં સદાય તત્પર અને સાવરકુંડલા લીલીયા વિસ્તાર નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લાની અંદર સેવા પરમો ધર્મના સૂત્રને ચરિતાર્થ કરતા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાનો આવતીકાલે જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવશે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ તેમજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી સી.આર પાટીલ સાહેબ દ્વારા કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત  કુપોષિત બાળકોને સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલની અંદર અંદાજિત ₹35,000 જેવી રકમના બાળકો માટે લસરપટ્ટ, હીચકા સહિત અનેક પ્રકારના રમકડાઓ અર્પણ કરવામાં આવશે. તેમજ કુપોષિત બાળકોને પોષણયુક્ત આહારની કીટ ભેટ આપવામાં આવશે. તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાઓ ભેટ આપવાનું આવું સુંદર આયોજન કરી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

IMG-20230630-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *