ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નશાયુકત પદાર્થો/પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં કફ સિરપ, અન્ય આયુર્વેદીક દવાઓના નામે આલ્કોહોલિક દવાઓનું ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ બાબરા ટાઉનમાં પેટ્રોલીંગ હોય તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે, બાબરા, સ્વામીનારાયણનગરમાં પાસે એક ઇસમ પોતાના કબ્જા ભોગવટાના ગોડાઉનમાં નશાકારક કેફીપીણાનો મોટો જથ્થો રાખેલ છે. જે હકિકત આધારે એલ.સી.બી. ટીમ દ્રારા રેઇડ દરમિયાન એક ઇસમને નશાકારક કેફી પીણાની બોટલો સાથે પકડી પાડી, મળી આવેલ નશાયુકત બોટલોમાંથી એફ.એસ.એલ. તથા કુંડ એન્ડ ડ્રગ્સ વિભાગનાઓની તપાસણી અર્થે સેમ્પલ તરીકે લઇ, તમામ બોટલો શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી, પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ ઈસમની વિગતઃ-
મુળશંકરભાઇ મણીશંકરભાઇ તૈયા, ઉ.વ.૪૫, રહે.બાબરા, સ્વામીનારાયણનગર, તા.બાબરા, જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ-
.(૧) ARYURVEDIC PROPRIETARY MEDICINE GERGEM ASHV-ARISHATHA 400ML Manufactured By, AMB PHARMA 142 contains self generated alcohol not more than 11.0% v/v લખેલ કુલ બોટલો નંગ-૧૮,૩૮૨ જેની કિ.રૂ.૨૭,૫૭,૩૦૦/-
(૨) ARYURVEDIC PROPRIETARY MEDICINE SLEEPWELL ASHV-ARISHATHA 400ML Manufactured By,AMB PHARMA Gazol contains self generated alcohol
not more than 11.0% v/v લખેલ કુલ બોટલ નંગ ૨૧૯૮ જેની કિ.રૂ.૩,૨૯,૭૦૦/-
(૩) KAL MEGHASAVA ASAVA-ARISHTA 375 ML Manufactured By,AMB PHARMA બનાવટની contains self generated alcohol not more than 11.0% v/v લખેલ કુલ બોટલ નંગ- ૧૨૮૭ જેની કિ.રૂ.૧,૯૩,૦૫૦/-
(૪) HERBY GOLD ASAVA 400 ML Manufactured By,AMB PHARMA બનાવટની contains self generated alcohol not more than 11.0% v/v લખેલ કુલ બોટલો નંગ-૧૮,૨૦૬ જેની કિ.રૂ.૨૭,૩૦,૯૦૦/- મળી કુલ બોટલ નંગ ૪૦,૦૭૩ કુલ કિં.રૂ.૬૦,૧૦,૯૫૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. મહેશભાઇ સરૈયા, ભગવાનભાઇ ભીલ, તથા હેડ કોન્સ. જાહીદભાઇ મકરાણી, કિશનભાઈ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


