Gujarat

લાઠી પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્વાસઘાતના કામે ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લાઠી પો.સ્ટે. એમ કેસ નં.૦૩/૨૦૧૩, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૬(૨), ૧૧૪ મુજબના કામે આરોપી છેલ્લા ૧૦ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે લાઠી મુકામેથી મજકુર આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
કેતન ફુલાભાઇ ઉર્ફે કુલજીભાઇ ઉર્ફે કુરજીભાઇ ગોંડલીયા, ઉ.વ.૪૦, રહે સુરત, એ.બી.સી. સર્કલ, સારથી સ્કાઇ એપાર્ટમેન્ટ, રૂમ નં.૧૦૦૩, મુળ રહે. અમદાવાદ, બાપુનગર, રામજી મંદિર પાછળ, ઇન્ડીયા કોલોની, પ્લોટ નં. ૭૨૫,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. મનિષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા, તુષારભાઇ પાંચાણી, ઉદયભાઇ મેણીયા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

efa0e27d51774fe49ef64094d1a9b0b0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *