ગુન્હાની વિગતઃ-
અમરેલી સીટી પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૩૮૯ ઇ.પી.કો.ક.૩૦૨,૪૪૯,૫૦૪, ૧૧૪ મુજબનો ગુન્હો ગઇ કાલ તા.૧૧/૦૬/૨૦૨૩ ના રાત્રીના નવ વાગ્યે અમરેલી,સાવરકુંડલા રોડ,ફાટક ઉતરતા,ખોડીયાર ગેરેજની સામે,મફતીયાપરા ખાતે બનેલ હોય અને આ કામે આરોપીઓ પોતાના રહેણાંક મકાને અંદરો અંદર ઝગડો કરતા હોય જેથી મરણ જનાર સંજયભાઇ મેપાભાઇ જોગદીયા આરોપીઓને સમજાવવા જતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓ ફરીયાદીના રહેણાંક મકાનના પાછળના દરવાજેથી ગેરકાયદેસર ગૃહ અપ-પ્રવેશ કરી મરણજનારને ગાળો આપવા લાગેલ હોય સંજયભાઇએ ગાળો આપવાની ના પાડતા આરોપી રાકેશભાઇ રામજીભાઇ મકવાણા એ પોતાના પેન્ટના ખીચ્ચામાથી છરી કાઢી સંજયભાઇના વાસાના ભાગે એક ઘા મારેલ અને આરોપી કરણભાઇ રામજીભાઇ મકવાણાએ મરણજનારને પકી રાખી રાકેશભાઇએ ફરી વાર મરણજનારને સાથળના ભાગે બે છરીના ઘા મારી મોત નીપજાવી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હે.અધીક જીલ્લા મેજી. ના જાહેરનામાનો ભંગ કરી ગુન્હાને અંજામ આપી નાસી ગયેલ હોય. ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર,નાઓએ તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ નાઓએ જીલ્લામા બનતા ખુન જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી નાસી જનાર આરોપીઓને શોધી કાઢી,તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રીજે.પી.ભંડારી નાઓએ ત્વરીત બનાવ સ્થળે પહોંચી આરોપીઓ પકડવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ હોય. અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ તથા પોલીસ સબ ઇન્સ.આર.એચ.રતન દ્વારા આરોપી અંગે યોગ્ય તપાસ કરી અને હ્યુમન સોર્સ દ્વારા આરોપીઓ અંગે જાણકારી મળેલ કે,આરોપીઓ અમરેલી,બહારપરા,ગાયત્રી મોક્ષ ધામની પાછળ આવેલ નદીમા આવેલ બાવળની કાંટ મા ક્યાંક છુપાયેલા હોય જેથી નદીમા જવા સારૂ અલગ-અલગ ટીમો બનાવી કામનાથ મહાદેવ મંદીર તથા રેલ્વે બ્રીજના બન્ને છેડા તરફથી મોક્ષધામની પાછળ આવેલ નદીના પટમા બાવળની કાંટમા ચારે બાજુથી કોર્ડન કરી સર્ચ કરવામા આવેલ હોય અને આશરે ત્રણેક કલાક અરોપીઓની શોધખોળ બાદ આરોપીઓને પકડી પડવામા આવેલ હોય અને આગળની તપાસ પોલીસ સબઇન્સ.આર.એચ.રતન સાહેબ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
૧) રાકેશ રામજીભાઇ મકવાણા ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ ૨) કરણ રામજીભાઇ મકવાણા ઉ.વ.૨૪ ધંધો,છુટક મજુરી રહે.બન્ને અમરેલી,સાવરકુંડલા રોડ,ફાટકઉતરતા,ખોડીયાર ગેરેજની સામે,મફતીયા પરા તા.જી.અમરેલી
પ્રજ્ઞાયેલ આરોપી શકે! રામમાઈ મકવાણાને ગુનાહીત નીશ્ચમ ૧) ગણદેવીપો.સ્ટે.ગુ.ર.નં.૧૧૮૨૨૦૧૨૨૧૦૨૨૨ ઇ.પીકો ક.૨૭૯ તથા એમ.વી.એક્ટ ક.૧૭૩.૧૮૪
૨) ઉના પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૨૦૪૩૧ એમ.વી.એક્ટ ક.૧૮૫ ૩) અંકલેશ્વર શહેર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૯૦૦૪૨૨૦૯૦૮ પ્રોહી.ક.૬૫(એ),(ઇ),૮૧,૯૮(૨) ૪) અમરેલી સીટીપો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૦૭૬ પ્રોહી.ક.૬૬(૧)(બી)
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*
