Gujarat

અમૃત ‘મહોત્સવ’ પૂરો થયો, દેશનો ‘અમૃત કાળ’ શરૂ થયો ઃ- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ

વિજેતા ઉમેદવારોને મંત્રીશ્રીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું
ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શિક્ષણ વિભાગ હસ્તકની ઉચ્ચ શિક્ષણની કચેરી, ગાંધીનગર તથા રાજ્ય એન. એસ. એસ. સેલ દ્વારા રાજ્ય કક્ષાની ચિત્ર, નિબંધ તથા વકૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગાંધીનગર ખાતે સેક્ટર-૧૫માં આવેલી વાણિજ્ય કોલેજમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને આજે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
ચિત્ર, નિબંધ અને વકૃત્વની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરી ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે પહેલેથી ગોલ સેટ કરી દેશના વિકાસને વૈશ્વિક સ્તરે લઈ જવાનું કાર્ય કર્યું છે, તેવી જ રીતે વિદ્યાર્થીઓએ પણ વિદ્યાર્થી કાળ દરમિયાન પોતાનો ગોલ સેટ કરી તે દિશામાં આગળ વધવું જરૂરી છે. યુવાનોના હાથમાં દેશનું ભવિષ્ય છે ત્યારે ભારતને વિશ્વગુરુ બનાવવાની કલ્પનાને સાકાર કરવા યુવાનોએ આગળ આવી દેશહિતમાં કાર્યો કરવા પડશે.
મંત્રીએ ઉમેર્યું કે, દેશમાં અમૃત મહોત્સવ પૂરો થયો પરંતુ દેશનો અમૃત કાળ શરૂ થયો છે. મારી માટી મારો દેશ માત્ર કાર્યક્રમ નથી પરંતુ સમગ્ર દેશના વિભિન્ન વિસ્તારોમાંથી માટી એકત્ર કરી એક જ સ્થળે પ્રસ્થાપિત કરી દેશને એક કરવાનું શ્રેષ્ઠ કર્મ છે.
આ પ્રસંગે મંત્રી દ્વારા કોલેજના સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી પી. બી. પંડ્યા, સંયુક્ત કમિશ્નર શ્રી નારાયણ સાધુ, દ્ગજીજી રીજીઓનલ ડાયરેક્ટર કમલકુમાર કર, રાજ્ય દ્ગજીજી અધિકારી આર. આર. પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ, પ્રતિયોગિતામાં ભાગ લેનાર સ્પર્ધક વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ વિવિધ કોલેજાેના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *