ગામડાઓમાં અનેક જગ્યાએ સાપ અને અજગર અવાર નવાર લોકોને જોવા મળતા હોય છે. ત્યારે ગત રાત્રે જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે મહાકાય 11 ફૂટનો અજગર દેખાતા ફફડાટ ફેલાયો હતો ગામલોકો એ જામકંડોરણા ફોરેસ્ટ વિભાગ ને જાણ કરી હતી જામકંડોરણા ડીએફો ડિજે ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ ની ટીમ દ્વારા તાત્કાલિક સોડવદર ગામે પહોંચી અજગરનું રેસ્ક્યુ કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી બહોળી સંખ્યામાં ગ્રામ લોકો અજગરને જોવા એકઠા થયા હતા અજગર નું રેસક્યુ થયા બાદ ગ્રામ લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો અજગરનું રેસ્ક્યુ કરતા ફોરેસ્ટ કર્મચારી હનીફ ભાઈ ઓડિયા અજગરને જુનાગઢ જંગલ વિસ્તારમાં તેમનાં કુદરતી સ્થાન પર છોડી દેવામાં આવ્યો હતો.
આ તકે હનીફભાઈ ઓડીયા જણાવ્યું હતું કે હાલ ના સમય ગરમી ભેજનું પ્રમાણ વધતા શીત નિદ્રા રહેલા સરીસૃપ કોઈને કોઈ જગ્યાએ આકસ્મિક રીતે પહોચી જાય છે આવા સમયે આવા સરીસૃપ થી ડરવા ના બદલે આ બાબતે વન વિભાગ ને જાણ કરી તેમને યોગ્ય સ્થાને સ્થળાંતર કરવું જોઈએ જેથી અબોલ સરીસૃપ ને કોઈ હાનિ ના પહોંચે અને માનવવસ્તી ને પણ કોઈ કનડગત ના ઉદભવે
અહેવાલ… અતુલ લશ્કરી જામકંડોરણા


