181 અભયમ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટના જાણી તો ગામના લોકો દ્વારા એવું જાણવા મળ્યું કે પીડિત યુવતી એકલી ચાલતા ચાલતા ગામમાં આવી ગયેલ હોય , ત્યાર બાદ પીડિત યુવતી સાથે 181 અભયમ ટીમે કાઉનસિલર કરી વાતચીત કરી તો પીડિત યુવતીએ જણાવ્યું કે મારા પરિવાર ના સભ્યો સાથે અહીં છોટાઉદેપુર ના ફતેપુરા વિસ્તાર કામ કરવા માટે આવેલ છે પોતાની મોટી બહેન સાથે ઝગડો થયેલો
જે કારણોસર પીડિત યુવતી પોતાના રહેઠાણ થી ગુસ્સામાં નીકળી ગયેલ દોહોદ જવામાટે અને પોતાના રહેઠાણ જવા ના પાડતી હતી , જેથી 181 અભયમ ટીમે યુવતી ને પ્રેમ – લાગણી થી સમજાવી યોગ્ય માર્ગદર્શન આપ્યું ત્યારબાદ પોતાના ઘરે જવા રાજી થઈ ગયેલ જેથી 181 ટીમે યુવતી પાસે થી તેના પરિવારના સભ્યોના નંબર લઇ ફોન કરી પરીવાર ને જાણ કરી , તમારી પુત્રી ચિલરવાંટ ગામમાં છે , જે જાણ તેના પરિવારને કરતા તે લોકો જણાવવા લાગ્યા કે અમે ઘણા સમયથી અમારી દીકરીની શોધખોળ કરીએ છીએ, તેના પરીવાર ને ઘટના વાળી જગ્યાએ આવીયે છીએ . એ જાણવ્યુ તેના પરિવાર સભ્યો લેવા આવેલા ત્યારબાદ 181 ટીમે તેના પરિવારનું યોગ્ય કાઉન્સિલર કરી પીડિત યુવતી નો કબજો તેના પરિવારને સોંપ્યો.181 ટીમે પીડિત યુવતીને પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર