પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર અલીરાજપુર હાઇવે ઉપર જોડાવાંટ પાટિયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બાઈક સવારનું ઘટના સ્થળેજ મોત થયું હતું. પાછળ ટ્રક આવતી હોવા છતાં બાઈક સવારે અચાનક વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ટ્રક નીચે ફસાઈને 50 ફૂટ સુધી ધસડાઈ હતી. બાઈક સવાર યુવાન ખડખડ ગામનો ગજરાભાઈ કુંવરસિંહભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું હતું બાઈક સવાર ફેરકુવા ખાતેના નાયરા પેટ્રોલપંપ ઉપર નોકરી પુરી કરી ઘરે પરત ફરતા બનાવ બન્યો હતો જોકે આ અંગે પોલીસ ઘટના સ્થળે પોહચી કાર્યવાહી હાથ ધરી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

