Gujarat

મેંદરડામાં ત્રણ ઘેટા મૃત્યુ પામતા પશુપાલકને રુ.૯,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવી

વાવાઝોડાની અસરને લીધે  જૂનાગઢ જિલ્લાના મેંદરડા  તાલુકામાં ત્રણ ઘેટા મૃત્યુ પામ્યા હતા. સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાને ધ્યાને લઇ જિલ્લા પશુપાલન કચેરી દ્વારા

પશુપાલકને ત્વરિત રુ.૯,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવી હતી.

મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ગામે રહેતા આશાભાઈ પાલાભાઈ મોરીના ત્રણ ઘેટા તા.૧૪ ના રોજ વાવાઝોડાની અસરથી મૃત્યુ પામ્યા હતા.

રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા દુધાળા પશુ દીઠ રુ.૩,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. જે અન્વયે આશાભાઈને મોટી ખોડીયાર ગામના સરપંચશ્રીના હસ્તે રુ.૯,૦૦૦ની સહાય ત્વરિત ચૂકવવામાં આવી હતી. તુરંત સહાય મળી રહેતા આશાભાઈએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

pashu-mrutyu-sahay2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *