ગીરગઢડાના બોડિદર ગામમાં સિંહોએ ધામા નાખ્યા હતા. અને રાત્રીના સમયે વજુભાઈ રાઠોડ નામના
ખેડૂતના પશુઓ ઢોળ વાડીયામાં હતા. ત્યારે અચાનક એક સિંહણ ઢોર વાડીયામાં ઘુસી આવેલ અને એક
પછી એક આમ બે ગાયો પર હુમલો કરી મારણ કર્યુ હતું. અને બાદમાં નાશી છુટ્યા હતા. તેમજ ગામમાં
પણ નિરાધાર પશુઓને નિશાન બનાવી હુમલો કરી રસ્તા પર મારણ કરતા હોવાનો સમગ્ર વિડીયો વાયરલ
થયેલ હતો. આમ ગામમાં અલગ અલગ જ્ગ્યા પર પશુઓના મારણથી ગામ લોકો તેમજ ખેડૂતોમાં ફફડાટ
મચી ગયેલ હતો. આમ વન્ય પ્રાણીઓ અવાર નવાર ગામમાં ઘુસી આવતા લોકોમાં ભયનું વાતાવરણ
ફેલાય ગયેલ છે.


