International

ઈન્ડોનેશિયાના બાલીમાં ૭.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

બાલી-ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે લગભગ ૪ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ગિલી એર ટાપુથી લગભગ ૧૮૧ કિમી ઉત્તર-પૂર્વમાં અને ૫૧૩.૫ કિમીની ઊંડાઈએ હતું. હાલમાં આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ઈન્ડોનેશિયાની જિયોફિઝિકલ એજન્સીના જણાવ્યા અનુસાર સુનામીનો કોઈ ખતરો નથી પરંતુ સંભવિત આફ્ટરશોક્સની ચેતવણી જારી કરવામાં આવી છે. એજન્સીએ શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા ૭.૪ હોવાનું જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે બાલી સિવાય જાવા આઈલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ ઈન્ડોનેશિયામાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. બધા પોતપોતાના ઘર અને હોટલમાંથી બહાર આવી ગયા. સ્થિતિ સામાન્ય થયા બાદ દરેકને સંદેશો આપવામાં આવ્યો હતો કે સુનામીનો કોઈ ખતરો નથી. તેના થોડા સમય બાદ આ જ વિસ્તારમાં ફરી એકવાર ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. પૂર્વ જાવા, મધ્ય જાવા, પશ્ચિમ નુસા તેંગારા અને પૂર્વ નુસા તેંગારાના પડોશી પ્રાંતોમાં પણ આંચકા અનુભવાયા હતા. ત્યાંની ઈમારતો થોડીક સેકન્ડો સુધી ધ્રૂજતી રહી. એક ઓસ્ટ્રેલિયન પ્રવાસીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે એવું લાગ્યું કે હોટલની દીવાલો પડી જવાની છે. ૨૭ કરોડની વસ્તીના દેશમાં ભૂકંપ આવતા રહે છે. ‘રિંગ ઓફ ફાયર’ પર સ્થિત હોવાથી, તે ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઈન્ડોનેશિયા ભૂકંપના જાેરદાર આંચકાથી હચમચી ગયું હતું. ૨૧ નવેમ્બરના રોજ પશ્ચિમ જાવામાં ૫.૬ની તીવ્રતાના ભૂકંપમાં ૩૩૧ લોકોના મોત થયા હતા. ૨૦૧૮ પછીનો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. સુલાવેસીમાં ૨૦૧૮માં આવેલા ભૂકંપ અને સુનામીમાં ૪,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *