Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે નેત્રનિદાન  તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ તારીખ ૨૭/૭/૨૦૨૩ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટૄસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પમાં આંખોના રોગથી પીડાતાં દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી.ડી.માં ૧૧૭ દદીઁઓએ લાભ લીધો હતો  અને તેમજ મોતિયાના ઓપરેશન માટે ૩૪ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું દિપ પ્રાગટય કબીર ટેકરીનાં મહંત શ્રી નારાયણ સાહેબ લાયન્સ કલબ ઓફ અમરેલી  સિટીમાંથી કિશોરભાઈ શિરોયા તથા તથા જયેશભાઈ પંડ્યા અશ્વિનભાઈ ડોડીયા એમ એમ પટેલ તથા રૂજુલભાઈ ઞોંડલીયા સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ,  જગદીશભાઈ જેઠવા જિતેનભાઇ હેલૈયા, મેહુલભાઈ ત્રિવેદી તથા  પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી નિલેષભાઈ ભીલ,  હિંમતભાઈ કાછડીયા તથા કબીર ટેકરીના સ્વયંમ સેવકો વગેરેએ સેવા આપી હતી. છેલ્લા ૧૧ વર્ષથી મહિનાના ત્રીજા રવિવારે યોજાતો આ કેમ્પ હવે દર મહિનાના ત્રીજા ગુરૂવારે યોજાય છે

IMG-20230727-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *