Gujarat

TAT(S)ની મુખ્ય પરીક્ષા હવે તા.૨૫/૦૬/૨૦૨૩ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી તા.૧૮/૦૬/૨૦૨૩ ના
રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી હવે TAT(S)ની
મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી શ્રી કુબેર ભાઈ
ડિંડોરે જણાવ્યું છે.
આ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની
અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *