Gujarat

શ્રીવડિયા નાગરિક શરાફી મંડળી ની સાધારણ સભા યોજાઈ.  

અમરેલીના પનોતા પુત્ર અને સહકાર શિરોમણી આપણું ગૌરવ તથા ઇફકોના અને NCUI ના ચેરમેન  માન દિલીપભાઈ સંઘાણી ની ઉષ્માભરી ઉપસ્થિતિમાં મંડળીની આ સભાનો પ્રારંભ સરસ્વતી આરાધના સાથે થયો..મંડળીના પ્રમુખશ્રી છગનભાઇ ઢોલરીયા એ સૌ પ્રથમ શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા અને એજન્ડા મુજબ કાર્યવાહીની વિગત પ્રસ્તુત કરી હતી.ત્યારબાદ ઉપસ્થિત માન.દિલીપભાઈ તથા સહકારી અને સામાજિક આગેવાનો  જિલ્લા મધ્યસ્થ બેંકના વાઇઝ ચેરમેન અરુણભાઈ પટેલ.માન. જયંતિભાઈ પાનસૂરિયા,જિલ્લા સંઘના મનીષભાઈ સંઘાણી, બેંકના ડિરેકટર બાબુભાઇ સખાવાળા,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિપુલભાઈ રાંક, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ભાઈ ઠુમર,જિલ્લા મહિલા ભાજપના રમાબેન,તા.પં. કારોબારી ચેરમેન પી.વી.વસાણી,નરેન્દ્રભાઇ પરવાડિયા,ગટુભાઈ મીરાંણી.
પરાગભાઈ સોલંકી પૂર્વ રજીસ્ટાર ,એ.એસ.કુરિયા સાહેબ વિગેરેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું.
આ તકે 38 વર્ષ સુધી સતત સેવારત મંડળીના પૂર્વ મંત્રી ચંદુભાઈ વખરીયાનું સ્મૃતિ ભેટ અને શાલથી માન. દિલીપભાઈ સંઘાણી અને મહાનુભાવો તથા મંડળી ટીમ દ્વારા સન્માન કર્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનોમાં નવા કલેવર ધારણ કરતી મંડળી ખૂબ પ્રગતી કરે એવી મહાનુભાવોએ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
સહકારી પ્રવૃત્તિ સામાજિક ઉત્થાન માટે ખૂબ મહત્વની છે તેવી સરસ વિગતો દિલીપભાઈ સંઘાણીએ રજુ કરી મંડળી માટે તમામ સહયોગ આપવા ખાતરી આપી હતી.અને સરકારની વિવિધ યોજના ની માહિતી સાથે હિસાબી પારદર્શિતા રાખવા જણાવ્યું હતું.
આભારદર્શન ભીખુભાઈ વોરાએ કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન ઉદયભાઈ દેસાઈએ કર્યું હતું

IMG-20230810-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *