મકસુદ કારીગર,કઠલાલ
મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ અને બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, મહુધા ખાતે તાજેતરમાં નવા પ્રવેશ મેળવનાર B.A તથા B.Com Sem – 1 નાં વિદ્યાર્થીઓનો અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેકટર ડો. મહેશભાઈ.જી.પટેલ, કોલેજના આચાર્યશ્રી ડો. કે.એસ.દવે, વિધાર્થી સંધના ઈન્ચાર્જ પ્રા. આર.એન.ચૌધરી, IQAC કમિટીના કોઓર્ડીનેટર પ્રા. કે.બી.ચૌહાણ, કોલેજના નવા વરાયેલ જી.એસ. સાલેહાબાનુ , અધ્યાપકો, નોન- ટીચિગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમનાં આરંભે કોલેજના આચાર્યશ્રીએ મહેમાનશ્રી અને સર્વે આગંતુકો નું શાબ્દિક સ્વાગત કરી અભિમુખતા કાર્યક્રમ બાબતે ટુંકો પરિચય કરાવ્યો હતો. ઉપસ્થિત મહેમાન ડો. મહેશભાઈ.જી.પટેલ નાઓએ વિદ્યાર્થીઓને સ્ટ્રીમ અને વિષય પસંદગી, વર્તમાન સમયમાં તેની માંગ, મળેલી તક ઝડપવી અને કોમ્પ્રોમાઈઝ જેવી બાબતો વિગતે સમજાવી શુભેચ્છા પાઠવી હતી. NSS વિભાગના કન્વિનરોએ એ વિવિધ સમિતિમાં વર્ષ દરમિયાન ચાલતી પ્રવૃતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી વિધાર્થીઓને તેમાં વધુમાં વધુ જોડાવવા તરફ પ્રેર્યા હતા. પ્રા. આર.એન.ચૌધરી દ્વારા કોલેજના શૈક્ષણિક વર્ષ દરમિયાન વિધાર્થી યુનિયન દ્વારા કરવામાં આવતી વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃતિઓ તથા શિસ્ત અને નિયમિતતા જેવી બાબતો પર પ્રકાશ પાડ્યો હતો તથા કાર્યક્રમનાં અંતે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રા. આર.જે.પટેલ નાઓએ કર્યું હતું તથા તેમણે કોલેજ, કોલેજમાં લેવાતી પરીક્ષાઓ, શૈક્ષણિક સ્ટાફ, બિનશૈક્ષણિક સ્ટાફની વિગતે માહિતી પુરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


