ઊનાના કાણકબરડા ગામે જવાના મુખ્ય રસ્તા પર ચાલી રહેલ ફોર લેન નેશનલ હાઇવેના કામમાં વપરાતુ મટીરીયલ જે ડમ્પરમાં
અવરલોડિંગ ભરીને જતા હોવાના કારણે ગામનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં થઇ જતાં ગામ લોકોને વાહનોની અવર જવરમાં
ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ રસ્તા પર મસમોટા ખાડા હોવાથી
વાહન અકસ્માત તેમજ વાહનોને ભારે નુકસાન પહોચી રહ્યુ હોય હાઇવે તંત્ર દ્રારા કાણકબરડા ગામના મુખ્ય રસ્તાને તાત્કાલી
રીપેરીંગ કરવા માંગ ઉઠવા પામેલ.


