અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા રોડ અકસ્માતના અન ડીટેક્ટ ગુન્હામા ગુન્હા ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસી જનાર આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન A-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૩૭૦/૨૦૨૩ IPC કલમ-૩૦૪-અ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી એકટ કલમ ૧૮૪,૧૭૭,૧૩૪ મુજબનો ગુન્હો તા.૦૩/૦૮/૨૦૨૩ ના રોજ રજી. થયેલ જેમા આ કામના ફરીયાદીના ભત્રીજા પોતાના હવાલા વાળી ફોરવ્હીલ વેગેનાર કાર જેના રજી નં-GJ 03 7021 ની ચલાવીને રાજકોટથી બાબરા તરફ આવતા હોય તે દરમ્યાન મારૂતી હોટેલ પાસે પહોચતા કોઇ અજાણ્યા આઇસર/ટ્રકના ચાલકે પોતાના હવાલા વાળુ વાહન પુર ઝડપે અને બેફીકરાઇ રીતે માનવ જીદગી જોખમાય તે રીતે ચલાવી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી નાશી ગયેલ હોય જે અંગે ફરીયાદ નોંધી અજાણ્યા ટ્રક ચાલક ને શોધવા માટે તાજેતરમા અમરેલી જીલ્લા પોલીસ દ્વારા બાબરા ટાઉન તથા ગ્રામ્ય વિસ્તારમા લગાવેલ અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી કેમેરા ની મદદ થી તથા ટેક્નીકલ સોર્સ ની મદદ થી અકસ્માત કરેલ ટ્રક ને શોધવા બાબતે તપાસ કરતા આ કામે સી.સી.ટી.વી કેમેરા ના ફુટેઝ આધારે અકસ્માત કરનાર ટ્રકચાલક ટ્રક સાથે સી.સી.ટી.વી કેમેરા મા દેખાય આવેલ હોય અને અન ડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી આરોપી તથા ટ્રકને શોધીકાઢી ગુન્હાના આરોપીને ગણતરીના દીવસોમાં બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હા કામે ધોરણસર અટક કરી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત :-
(૧) મુકેશકુમાર નૈનાસીંગ બંજારા ઉ.વ.૪૫ ધંધો-ડ્રાઇવીંગ (રૂબી રોડલાઇન્સ) રહે.-બાનમોર તાલુકા.બાનમોર જીલ્લો.મોરેના
ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી આર.ડી.ચૌધરી તેમજ પો.સબ.ઇન્સ એ.એમ.રાધનપરા તેમજ બાબરા સર્વેલન્સ ટીમ ના એ.એસ.આઇ જે.આર.હેરમા તેમજ પો.કોન્સ મહાવીરસીંહ બી.સીંધવ તથા પો.કોન્સ રાજેશભાઇ જી રાઠોડ તથા પો.કોન્સ ગોકૂળભાઇ એમ રાતડીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


