અંજલિ હોસ્પિટલ બોરસદ, આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિધાનગર તથા ઝાયડસ હોસ્પિટલ આણંદના સહયોગથી તા.11 જૂનના રોજ બોરસદ ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમા જનરલ સજૅરી, ઓર્થોપેડિક, સ્ત્રીરોગ અને સ્પાઇન સજૅરીને લગતી બીમારીઓની તપાસ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેઓને આેપરેશન કરવાની જરૂરિયાત લાગી તેવા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે આવવાની ભલામણ કરવામાં આવી અને જેમની પાસે મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ હશે તેઓની સર્જરી નિઃશુલ્કમાં કરી આપવા જણાવવામાં આવ્યું હતું. પ્રસ્તુત કેમ્પમા 27 પુરૂષ અને 13 મહિલા એમ મળીને કુલ 40 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


