Delhi

રાજસ્થાનની અંજુ નસરુલ્લાના પ્રેમમાં પાકિસ્તાન પહોંચી

નવીદિલ્હી
પોતાના પ્રેમી સચિન મીણા માટે પાગલ બનેલી સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવવાની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એક ભારતીય યુવતી પણ તેના પ્રેમીને મળવા માટે સરહદ પાર પાકિસ્તાન પહોંચી ગઈ છે. સીમા હૈદર ઓનલાઈન ગેમ પબ્જી (ઁેંમ્ય્) રમતી વખતે સચિન સાથે પ્રેમમાં પડી ગઈ અને પછી નેપાળ થઈને ભારત આવી. તે જ સમયે, અંજુ નામની ભારતીય મહિલા તેના ફેસબુકના પ્રેમી નસરુલ્લાને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નસરુલ્લા ખૈબર પખ્તુનખ્વાના દિર જિલ્લાનો રહેવાસી છે. અંજુ અને નસરુલ્લા ફેસબુક પર મિત્રો બન્યા અને પછી તેમનો પ્રેમ આગળ વધ્યો. આ પછી અંજુએ નક્કી કર્યું કે તે તેના પ્રેમી નસરુલ્લાને મળવા પાકિસ્તાન જશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અંજુ ૨૧ જુલાઈના રોજ વિઝિટર વિઝા પર પાકિસ્તાન પહોંચી હતી. આ માહિતી તેના પાસપોર્ટ પરની એન્ટ્રી પરથી મળી છે. અંજુના વિઝિટ વિઝાની મુદત પણ હજી પૂરી થઈ નથી. રાજસ્થાનની રહેવાસી અંજુએ ખૈબર પખ્તુનખ્વાના દિર જિલ્લાના રહેવાસી નસરુલ્લા સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. નસરુલ્લા દિર જિલ્લામાં શિક્ષક તરીકે કામ કરતો હતો. પરંતુ આ દિવસોમાં તે તબીબી પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યો છે. બંનેએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે કે તેઓ મળ્યા હતા. અંજુ કહે છે કે તે માત્ર અને માત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાન આવી છે. સમાચાર એજન્સી ટી.વી નવ ગુજરાતી પાસે અંજુના પાસપોર્ટનો ફોટો છે, જેને જાેયા બાદ ખબર પડી કે તે ૨૧ જુલાઈએ પાકિસ્તાનમાં પ્રવેશી હતી. અંજુ ૩૫ વર્ષની છે, જ્યારે નસરુલ્લાહ ૨૯ વર્ષનો છે. પાસપોર્ટમાં દાખલ કરાયેલી માહિતી મુજબ અંજુનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. પરંતુ તે રાજસ્થાનની છે. સીમાના મામલા વચ્ચે અંજુનું પ્રેમ માટે સરહદ પાર કરવી ચર્ચાનો વિષય બની છે. સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ અંજુને લઈને એલર્ટ પર છે. એવું કહેવામાં આવ્યું છે કે અંજુની પણ પૂછપરછ કરવામાં આવી છે, જેમાં તેણીને પૂછવામાં આવ્યું છે કે તે અહીં શા માટે આવી છે. જવાબમાં અંજુએ કહ્યું કે તે અહીં નસરુલ્લાને મળવા આવી છે, કારણ કે તે તેના વિના રહી શકતી નથી.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *