સુરત
સુરત એરપોર્ટ જાણે સ્મગલરો માટે મોકળું મેદાન બની ગયુ છે. ત્યારે સુરત એરપોર્ટ પરથી પકડાયેલા દાણચોરીના ગોલ્ડ કેસમાં નવો ખુલાસો થયો છે. એરપોર્ટના શૌચાલયમાં સંતાડેલું વધુ ૪.૬૭ કિલોગ્રામ સોનું પોલીસને મળી આવ્યું છે. ડ્ઢઇૈં પહોંચે તે પહેલાં જ આરોપીઓએ શૌચાલયમાં સોનું સંતાડી દીધું હતું. મહત્વનું છે કે ડ્ઢઇૈંએ શારજાહથી આવી રહેલી ફ્લાઇટમાંથી ૨૭ કરોડના સોના સાથે ચાર આરોપીની ધરપકડ કરી હતી. શારજાહથી બિલકુલ બિનધાસ્ત રીતે બેગમાં મૂકીને આ ચારેય મુસાફરો પેસ્ટ રૂપે સોનું લાવ્યા હતા. ચારેય જણા સ્કેનિંગ સેક્શન સુધી આવે એ પહેલા જ ડ્ઢઇૈંએ ઝડપી લીધા હતા. ડ્ઢઇૈંને બાતમી મળી હતી કે શારજાહથી આવતી ફ્લાઇટમાં કેટલાંક મુસાફરો સોનુ લાવી રહ્યા છે. અધિકારીઓ ફ્લાઇટના સમયે એરપોર્ટ પર ગોઠવાઈ ગયા હતા અને જેવી ફ્લાઇટ આવી તરત ચેકિંગ શરૂ કરી દીધુ હતુ અને ચાર શકમંદોને ચકાસાતા તેમની પાસેના ચાર બેગમાંથી પેસ્ટરૂપે કુલ ૪૫ કિલો સોનુ મળી આવ્યુ હતુ. જેની બજાર કિંમત રૂપિયા ૨૭ કરોડ જેટલી થાય છે.


