Gujarat

કિરણ પટેલ જેવો બીજાે નકલી અધિકારી મંયક તિવારી ઝડપાયો

વડોદરા
મહાઠગ કિરણ પટેલ જેવો જ બીજાે એક કિસ્સો સામે આવ્યો છે. મંયક તિવારી નામનો આ શખ્સ ઁસ્ર્ં ઓફિસનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને રોફ જમાવતો હતો.કિરણ પટેલ જેવો જ એક બીજાે શખ્સ વડોદરાના વાઘોડિયાથી ઝડપાયો છે. આ શખ્સ પણ કિરણ પટેલની જેમ પીએમઓ ઓફિસનો અધિકારી હોવાની ખોડી ઓળખ આપીને ફાયદા ઉઠાવતો હતો તેમજ રોફ જમાવતો હતો. આ શખ્સે મિત્રના પુત્રના એડમિશન માટે પારૂલ યુનિવર્સિટીમાં પણ પીએમઓ હોવાની ખોટી માહિતી આપી હતી. યુનિવર્સિટી દ્રારા તેની ફરિયાદ કર્યાં બાદ મયંક તિવારી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે અન્ય સરકારી કચેરીમાં પણ આ રીતે ઓળખ આપીને ખોટો ફાયદો ઉઠાવવાની કોશિષ કરી હતી. વડોદરા પોલીસે મયંક તિવારીની ધરપકડ કરીને શખ્સની સઘન પૂછપરછ શરૂ કરી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *