Gujarat

“અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” પાયલોટ પ્રોજેક્ટનુ કાર્ય ખેડા જિલ્લામા પુરજોશમાં 

શ્રમિકોએ “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” નો લાભ લેવા
તાત્કાલિક નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે
***
નડિયાદ ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્ર સરકારના સંચાર વિભાગના રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા તા.૦૮-૦૭-૨૦૨૩ના રોજ “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” નો નડિયાદ ઇપ્કોવાલા હોલથી  શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
  “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” અંતર્ગત ખેડા જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ,ખેડા જિલ્લામાં ૨ મહિનાની અંદર ૧ લાખ જેટલા શ્રમિકોને આવરી લેવા માટેનો નીર્ધાર “ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક” દ્વારા કરવામાં આવ્યું છે.
આ યોજનાનો મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી અકસ્માત વિમાનો લાભ પહોંચવાડવાનો છે. જેમાં શ્રમિકો અલગ અલગ સ્થાન પર પોતાના જીવના જોખમે કામ કરતા હોય છે. તો તેઓને એક અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડવા અને સરકારશ્રીના ધ્યેય -‘ INSURANCE FOR ALL ‘ ને સાર્થક કરવા માટે આઈપીપીબી “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” લઈને આવ્યુ છે.
આ વીમો રૂ.૧૦ લાખ અને રૂ.૫ લાખ એમ બે વિકલ્પમાં ઉપલબ્ધ છે. આ વીમા હેઠળ ખુબ જ ઓછા પ્રિમીયમમાં એટલે કે રૂ.૪૯૯/- અને ૨૮૯/- ક્રમશઃ શ્રમિકવર્ગને દુર્ઘટનાથી મૃત્યુ, વિકલાંગતા, હોસ્પિટલમાં દાખલ ખર્ચ અને વીમાધારકના મૃત્યુ બાદ બાળકોના શિક્ષણના લાભ સુધી વિવિધ સવલતો પુરી પાડવામાં આવે છે.
આ યોજનાના આરંભ થયે ૩ દિવસમાં જ ગુજરાત સર્કલ દ્વારા આશરે ૨૦૦૦ જેટલા શ્રમિકોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ થયેલ ખેડા જિલ્લામાં આ યોજનાનું કાર્ય પુરજોશમાં આગળ વધી રહ્યું છે અને સાથે જ લોકોનો ખુબ બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આથી ગુજરાતની જાહેર જનતાને આ “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના”નો લાભ લેવા તાત્કાલિક નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો. તેમ અધિક્ષકશ્રી ડાકઘર, ખેડા વિભાગ,નડિયાદ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *