ગીર સોમનાથ
તાજેતરમાં જ બિપરજાેય વાવાઝોડાને લઈને રેલવે દ્વારા સોમનાથ આવતી જતી રેલવે તથા બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. વાવાઝોડાને લીધે બહારથી આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આ સમયમાં સોમનાથ દર્શન માટે ન આવવા અપીલ કરવામાં આવી છે. બિપરજાેય વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમુદ્રપથ પ્રોમોનેડ (વોક-વે) બંધ કરવામાં આવ્યો છે. તેમજ સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે. સોમનાથ પધારેલા યાત્રિકો માટે ટ્રસ્ટ દ્વારા રહેઠાણ અને ભોજન વ્યવસ્થા વગેરેમાં શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તેમજ સોમનાથ મંદિરમાં દર્શન પણ થાય તે માટે ટ્રસ્ટ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે. પરંતુ વાવાઝોડાને લઈને બહારથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ સમય દરમ્યાન તેઓને સોમનાથ દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે. ગીર સોમનાથમાં બિપરજાેય વાવાઝોડાને લઈને વેરાવળ સોમનાથ દરિયામાં કરન્ટ જાેવા મળી રહ્યો છે. જેના કારણે દરિયાના મોજામાં પણ ભારે ઉછાળો જાેવા મળ્યો છે. તો પવનની ગતિમાં પણ ભારે વેગ જાેવા મળ્યો છે.


