જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આરબલુસ, આરીખાણા, ખેંગારપર, મોટા ભરૂડીયા, ઝાંખર,
ટેભડા, ધરમપુર, નવાગામ, નાંદુરી, બબરઝર, મેમાણા, મોડપરવાડી, મોટા પાંચસરા, ખાયડી, વિરેશ્વર, ગોવાણા, નવાણીયા,
સણોસરા, ચારણતુંગી તેમજ કાનાલુસ – આ તમામ ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની
જગ્યાઓ ભરવાની છે.
જેમાં, ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા. 30 જૂન સુધીમાં તેમનું નિયત નમૂના સાથેનું અરજી પત્રક લાલપુર
મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ મેળવી લેવાનું રહેશે.
આ પૂર્વે, જેમણે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક તરીકે ફરજ બજાવી હોય, તો તેમને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.
અરજદારોએ અરજી પત્રક ભરીને અત્રેની કચેરીમાં આગામી તા. 30 જૂન સુધીમાં કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ જમા
કરાવવાનું રહેશે. તેમ મામલતદારશ્રી, લાલપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે
