Gujarat

જૂનાગઢ જિલ્લામાં મતદાન મથક પુન:ગઠનની પ્રાથમિક સુધારા યાદીમાં સલાહ સૂચનો માટે તા.૨૫ જુલાઈ સુધીમાં અરજી કરી શકાશે

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૪ અન્વયે જૂનાગઢ જિલ્લામાં મતદાન મથક પુન:ગઠનની પ્રાથમિક સુધારા યાદીમાં સલાહ સૂચનો માટે જાહેર જનતા તારીખ ૨૫ જુલાઈ સુધીમાં અરજી કરી શકશે.

 જૂનાગઢ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૪ અંતર્ગત મતદાન મથક પુન:ગઠન કામગીરી શરૂ કરવામાં આવેલ છે. મતદાન મથક પુન:ગઠનની પ્રાથમિક સુધારા વધારા ની યાદી જિલ્લાની તમામ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી,જૂનાગઢ જિલ્લા કલેકટર  કચેરી તથા  www.ceo.gujarat.gov.in અને   www.junagadh.nic.in વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદાન મથકની પ્રાથમિક સુધારા યાદી અન્વયે  જાહેર જનતા પાસેથી સલાહ સૂચન મંગાવવામાં આવે છે. આ સૂચનો લેખિતમાં મદદનીશ મતદાન નોંધણી અધિકારી શ્રી, મતદાર નોંધણી અધિકારી શ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે તા.૨૫/૭/૨૦૨૩  સુધીમાં મોકલી આપવા જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *