દિવ્યાંગજનોને સ્વરોજગારી માટે સરકારશ્રી દ્વારા રૂપિયા એક લાખ સુધી ની લોન આપવામાં આવે છે. જેના ફોર્મ તા. ૫ ઓગસ્ટ સુધીમાં રૂબરૂ અથવા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનો ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ. ૧ લાખ સુધીની લોન આપવાની યોજના કાર્યરત છે. જેનું ફોર્મ ભરવાનું હાલ ચાલુ થયેલ છે. આ લોન મેળવવા માટે દિવ્યાંગ ધારા ૨૦૧૬ મુજબની દિવ્યાંગતા ધરાવતા અરજદારો એ તા.૫/૮/૨૦૨૩ સુધીમાં જિલ્લા કક્ષાએ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા વેબસાઈટ esamajklyan.gujarat.gov.in પર ફોર્મ ભરવાનું રહેશે.
દિવ્યાંગ ભાઈઓ બહેનોને પશુપાલન દુધાળા જાનવર માટે, ઇલેક્ટ્રીક વસ્તુ વેચવા, રીપેરીંગ માટે, ઓટો રીપેરીંગ કામ માટે, ચા દુકાન માટે, જનરલ પ્રોવિઝન સ્ટોર જેવા વિવિધ ૨૫ ધંધા રોજગાર માટે લોન આપવામાં આવે છે. જે માટે દિવ્યાંગજનોને સમાજ સુરક્ષા કચેરી જૂનાગઢ નો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
