સહકારના સુત્રને ચરિતાર્થ કરવા સાથે અનેક સહકારી સંસ્થાઓને ગતિશિલ- પ્રગતિશિલ બનાવવાના અવિરત પ્રયાસ અને પરિશ્રમ કરતા દિલીપ સંઘાણીની નિમણૂંક કો.- ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડિયા (કોબી) ના ડાયરેકટર પદે કરવામા આવતા સહકારી, રાજકીય, સામાજીક, મીત્રો અને શુભચિંતકો દ્વારા શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવી રહયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, તેમના વડપણ તળેની ઈફકો અને ગુજકોમાસોલ એ ઐતિહાસીક નફોકરી પ્રગતિ ક૨ી હોઈ, શ્રી સંઘાણીની કાર્યશૈલીનો લાભ હવે ઉક્ત સંસ્થાને પણ મળી રહેશે તેમ સંસ્થાની યાદીમા જણાવાયેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


