Maharashtra

સાઉથની આ ફિલ્મોમાં અર્જુન રામપાલ અને ઈમરાન હાશમી વિલન તરીકે જાેવા મળશે

મુંબઈ
બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રી વચ્ચે વધી રહેલી નિકટતા વચ્ચે સંજય દત્ત બાદ ઈમરાન હાશમી પણ સાઉથની ફિલ્મમાં વિલનનો રોલ કરશે. સાઉથના પાવર સ્ટાર કહેવાતા પવન કલ્યાણની બિગ બજેટ ફિલ્મ ર્ંય્ની તૈયારીઓ થઈ રહી છે. તેમાં બોલિવૂડના સિરિયલ કિસરને ભયંકર વિલન તરીકે રજૂ કરવામાં આવશે. ફિલ્મના મેકર્સે સોશિયલ મીડિયા પર ઈમરાન હાશમીનો ફોટોગ્રાફ શેર કરીને આ અંગે એનાઉન્સમેન્ટ કરી હતી. સાઉથની ફિલ્મોમાં વિલનનો રોલ કરવાનો ટ્રેન્ડ સંજય દત્તે શરૂ કર્યો હતો. કેજીએફ ૨માં અધીરાના રોલમાં સંજય દત્તના ખૂબ વખાણ થયા હતા. ત્યાર બાદ સંજય દત્તે થલપતી વિજયની તમિલ ફિલ્મ લીઓ અને કન્નડ ફિલ્મ કેડીમાં પણ વિલનના રોલ સ્વીકાર્યા છે. અર્જુન રામપાલને બાલકૃષ્ણની ફિલ્મ ભગવત કેસરીમાં વિલન તરીકે જાેઈ શકાશે. બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સની ઓનસ્ક્રિન ટક્કર જાેવા માટે સિનેરસિકો ઉત્સાહિત છે. પવન કલ્યાણની ફિલ્મોમાં સૌથી મોટું બજેટ ર્ંય્નું કહેવાય છે. આરઆરઆરને ફંડ કરનારી કંપનીએ આ ફિલ્મને પણ સપોર્ટ કર્યો છે. ફિલ્મમાં લીડ હીરોઈન સહિતની વિગતો હજુ જાહેર કરાઈ નથી. જાે કે સાઉથ અને બોલિવૂડની આ કોમ્બિનેશન પાન ઈન્ડિયા ફિલ્મ બનાવવામાં મદદરૂપ બને છે. હિન્દી ભાષી રાજ્યો અને સાઉથના બેલ્ટમાં લોકપ્રિય હોય તેવા સ્ટાર્સનો સમાવેશ કરવાથી ફિલ્મની પાન ઈન્ડિયા રિલીઝનો માર્ગ મોકળો બને છે અને બોક્સઓફિસ પર સફળતાની શક્યતા વધે છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *