અમદાવાદ
રૂપિયા કમાવવાનો નશો આજે દરેકને હોય છે, જેમાં કેટલાક લોકો એવાં કામ કરતા હોય છે, જેના કારણે જેલના સ?ળિયા ગણવાના દિવસો પણ આવી જતા હોય છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના સકંજામાં એક મહિલા આવી છે, જે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બુટલેગર બની ગઇ છે. મહિલાનો પતિ દેશની સુરક્ષા કરી રહ્યો છે ત્યારે તેણે દારૂનો ધંધો કરીને પરિવારને પણ ડુબાડ્યો છે. સ્ટેટ મો?નિટરિંગ સેલની ટીમે મોડી રાતે ઘરમાં રેડ કરીને મહિલાને ૨.૫૬ લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી છે. સ્ટેટ મો?નિટરિંગ સેલની ટીમને બાતમી મળી છે કે, સરદારનગર વિસ્તારમાં આવેલી રમેશ દત્ત કોલોનીમાં રહેતી ગીતા યોગેન્દ્રસિંગ દારૂનો ધંધો જાેરશોરથી કરી રહી છે. બાતમીના આધારે ગઇ કાલે સ્ટેટ મો?નિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને ગીતા યોગેન્દ્રસિંગની ધરપકડ કરી લીધી હતી. રેડ દરમિયાન જીસ્ઝ્રની ટીમને દારૂની ૮૫૫ બોટલો મળી આવી છે, જેની કિંમત ૨.૫૬લાખ રૂપિયા થાય છે.જીસ્ઝ્રએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગીતા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ગીતાએ અજય નામના બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. ત્યાર બાદ વેચવાનું શરૂ કરી દીધું હતું. ગીતાના પતિ યોગેન્દ્રસિંગ આર્મી જવાન છે અને તે ગુજરાત બહારના રાજ્યમાં ડ્યૂટી કરે છે. યોગેન્દ્રસિંગ પાસે દારૂ પીવાની પરમિટ હોવાથી ગીતા દારૂ મંગાવતી હતી અને છૂટાછવાયા ગ્રાહકોને વેચતી હતી. દારૂના ધંધામાં વધારે રૂપિયા મળે છે તેવું વિચારીને ગીતાએ બુટલેગર બનવાનું નક્કી કરી લીધુ હતું. ગીતાએ પહેલાં નાના પાયે દારૂનો ધંધો ચાલુ કર્યો હતો. સમય જતાં ગીતાને રૂપિયા કમાવવાનો નશો એટલો વધી ગયો કે તેણે વધારે દારૂનો જથ્થો મંગાવવાનું શરૂ કરી દીધું હતું. ગીતાના ઘરે જે દારૂડિયો દારૂ લેવા માટે જતો હતો તેણે જ જીસ્ઝ્રને બાતમી આપી હતી. બાતમીના આધારે જીસ્ઝ્રએ રેડ કરી હતી અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જીસ્ઝ્રના ડીવાયએસપી કે.ટી. કામ?રિયાએ જણાવ્યું છે કે, ગીતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા હતા. ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગીતાના ઘરે કયા પોલીસ કર્મચારીઓ આવતા હતા, કેટલા ગ્રાહકો આવતા હતા તેનો પર્દાફાશ સીસીટીવી ફૂટેજ જાેતાં સામે આવે તેવી શક્યતા છે. સીસીટીવી ફૂટેજમાં ખાસ કરીને પોલીસ કર્મચારીઓની સંડોવણીના મામલે તપાસ કરવામાં આવશે.
