સાવરકુંડલાના ૧૫ જેટલા મજૂરો મજુરી કામ અર્થે સાવરકુંડલાથી ખડકાળા ગામે જઇ રહયા હતા ત્યારે નાના ભમોદ્રા નજીક છકડો રીક્ષા પલટી ખાઈ જતા ૧૨ મહિલાઓને ઓથર્ાેપેડિક ઇજા થવા પામેલ છે. ઇજા પામેલા લોકોને ૧૦૮ મારફતે સાવરકુંડલા સરકારી હોસ્પિટલે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં લલીતાબેન ધનજીભાઇ સાપાવડીયા (ઉ.વ. ૪૦), મધુબેન સાદુલભાઇ મકવાણા (ઉ.વ. ૧૬), નયનાબેન ભોળાભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ. ૧૫), લાભુબેન નાનજીભાઇ (ઉ.વ. ૬૦), વિલાસબેન રમેશભાઇ દેગામા (ઉ.વ. ૨૨), મનિષાબેન અજયભાઇ મોલાડીયા (ઉ.વ. ૨૩), કૈલાશબેન ભગવાનભાઈ દેગામા (ઉ .વ. ૪૨), કૈલાશબેન મહેશભાઈ મકવાણા (ઉ .વ.૩૦), આશાબેન રાજુભાઈ જિંજૂવાડીયા (ઉ .વ.૩૨) રાધિકાબેન સાદુલભાઈ સાથળા (ઉ .વ.૧૯), ભાનુબેન મુકેશભાઈ વાઘેલા (ઉ .વ.૩૫), દયાબેન સાદુલ ભાઈ મકવાણા (ઉ .વ.૨૦) શીતલબેન ભગવાનભાઈ દેગામા (ઉ .વ.૨૦) કોકીલાબેન કિશોરભાઈ (ઉ .વ. ૩૫) પાયલબેન સાદુલભાઇ મકવાણા (ઉ .વ. ૧૯)
આવા નાના મોટા અકસ્માતો અનેક વખત થાય છે અને છકડો રીક્ષામાં ક્ષમતા કરતા વધારે મજૂરો કે પેસેન્જર બેસાડતા હોય છે ત્યારે કોઈ ગંભીર અકસ્માત થાય અને કોઈનો જીવ જોખમમાં મુકાય તે પહેલા પોલીસ તંત્ર દ્વારા આવી મુસાફરોની જોખમી હેરાફેરી બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*