પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે છોટાઉદેપુર ખાતે લોકસભાની ચૂંટણીમાં 400ની પાર ભાજપાની સીટો આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો
છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનુ ભૂમિપુંજન પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે કરાયું
છોટાઉદેપુર જીલ્લો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો મધ્ય પ્રદેશ રાજ્યને અડીને આવેલો જીલ્લો છે ત્યારે જીલ્લા મથક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક કાર્યકર તેમજ જનતાને તકલીફ ન પડે તેને લઇ જીલ્લા મથક ખાતે જિલ્લા ભાજપ નું કાર્યલય નું અધ્યતન સુવિધા યુક્ત બિલ્ડિંગ બનવા જઈ રહી છે ત્યારે આજે મકાનના બાંધકામનું ખાતમુર્હૂત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાયું હતુ. જેમાં મધ્ય ગુજરાત પ્રભારી ગોરધન ઝડફિયા, જિલ્લા પ્રભારી રમેશભાઈ ઉકાણી, રાજ્ય કક્ષાના મંત્રી અને જીલ્લા પ્રભારી ભીખુસિંહ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા , ભાજપા જીલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો પેજ પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ખાતમુર્હૂત પ્રસંગે સી.આર.પાટિલે જણાવ્યું હતુ કે ટૂંક સમયમાં કમલમ કાર્યાલય નુ કામ પૂર્ણ થઇ જશે અને દરેક નાગરીકને સુવિધાનો લાભ મળશે જીલ્લાના મતદારોએ જ્યાં કોંગ્રેસ જીતતી હતી ત્યાં ભાજપના ત્રણેય ઉમેદવારોને જીતાડી ભાજપાને વિશ્વાસ રાખ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં 400 ની પાર ભાજપા ની સીટો આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 50 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

