Maharashtra

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરી, સ્ટુડિયોમાંથી મૃતદેહ મળ્યો

મુંબઈ
આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી છે. નીતિન દેસાઈનો મૃતદેહ ખાલાપુર રાયગઢના સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.બોલિવુડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નિતિન ચંદ્રકાંત દેસાઈએ આત્મહત્યા કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમણે પોતાના સ્ટુડિયોમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ મામલાને જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. નિતિન દેસાઈએ જાેધા અકબર, દેવદાસ અને હમ દિલ દે ચુકે સનમ, જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં આર્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતુ.નિતિન દેસાઈએ લગાન, હમ દિલ દે ચૂકે સનમ, મિશન કશ્મીર, દેવદાસ, ખાખી, સ્વેદશ જેવી ફિલ્મો માટે પ્રોડક્શન ડિઝાઈનર તરીકે કામ કર્યું હતુ. તેમણે વર્ષ ૨૦૦૦માં હમ દિલ દે ચૂકે સનમ અને ૨૦૦૩માં દેવદાસ માટે સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશકનો રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યો હતો. આ સિવાય તેમણે ફિલ્મ હરિશ્ચંદ્ર ફેક્ટ્રી માટે બેસ્ટ આર્ટ ડાયરેક્ટરના રુપમાં મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. નીતિન દેસાઈ બોલિવૂડમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા, આ સિવાય તેઓ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સક્રિય હતા. નીતિન દેસાઈ મરાઠી ફિલ્મોનું નિર્દેશન કરવા ઉપરાંત ફિલ્મોનું નિર્માણ પણ કરતા હતા. એટલું જ નહીં, તેણે કેટલીક ફિલ્મોમાં પોતે પણ અભિનય કર્યો હતો. આર્ટ ડાયરેક્ટર સેટ, ઈન્ટિરિયર વગેરે પર કામ કરે છે અને આર્ટ સંબંધિત કામ પણ કરે છે. સેટને યોગ્ય દેખાવ આપવા માટે આર્ટ ડાયરેક્ટર પણ સિનેમેટોગ્રાફર સાથે કામ કરે છે. નીતિન ચંદ્રકાંત દેસાઈનો જન્મ ૬ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં થયો હતો. ચાર દિવસ પછી તેનો જન્મદિવસ હતો. તેમની ઉંમર ૫૮ વર્ષની છે. પરંતુ તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. નીતિન દેસાઈની પત્ની નેના નીતિન દેસાઈ ફિલ્મ નિર્માતા છે. બંનેને બે સંતાનો છે, એક પુત્રી અને એક પુત્ર.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *