Gujarat

ભાદર ૧ ડેમ ઓવરફલો થતાં ૨૯ દરવાજા ખોલવામાં આવ્યા

રાજકોટ
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-૧ ડેમ ઓવરફલો થયો છે. સીઝનમાં સૌપ્રથમ વાર આ ડેમ ઓવરફલો થયો છે. ડેમના ૨૯ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. પાણીની આવક થતાં હાલ તો ડેમના તામમ દરવાજા ખોલવામાં આવ્યા છે. પરંતુ આ સાથે જ રાજકોટ, જેતપુર, વીરપુર, સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ દૂર થયું છે.બીજી તરફ રાજકોટના ધોરાજીનો ભાદર-૨ ડેમ ફરી ઓવરફલો થયો છે. ગઈકાલે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમ ઓવરફલો થયા છે. પાણીની આવક વધતા ડેમના ૪ દરવાજા ૪ ફૂટ ખોલાયા છે. ડેમમાંથી ૨૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. ભાદર-૧ ડેમનું પાણી છોડાતા ભાદર નદી ગાંડી તૂર બની છે. જેતપુર,ગોંડલ,જામકંડોરણા, ધોરાજી સહિતના ૨૨ ગામોને એલર્ટ કર્યા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે.

Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *