છોટાઉદેપુર એસ ટી ડેપો વડોદરા ડિવિઝનનો સૌથી મોટો ડેપો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાઈને ગુજરાત ઉપર આવનારી આફત આફત બીપરજોય વાવાઝોડાના પગલે અગમચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેથી છોટાઉદેપુર ડેપો માંથી સૌરાષ્ટ્ર, કચ્છ, માંડવી બસો ના રૂટ બંધ કરાયા હતા. જ્યારે શાળા કોલેજો બંધ હોવાથી ૪૮ જેટલાં લોકલ રૂટો રદ કરવામાં આવ્યા હતા તેમ ડેપો મેનેજર જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે હાલ ગુજરાત માં આવેલ બિપર્ જોય વાવાઝોડાં ના સંકટ ને કારણે છોટા ઉદેપુર એસટી ડેપો દ્વારા સૌરાષ્ટ્ર માંડવી, મુન્દ્રા એકસપ્રેસ બસો ના રૂટ બે દિવસ થી રદ કરવામાં આવ્યાં છે. જ્યારે સોમનાથ, જામનગર, કાલાવડ, જોડીયા વગેરે જતી ૫ બસો ના રૂટ ટુંકાવી દેવાતા આ બસ માત્ર રાજકોટ સૂધી જ ચલાવવામાં આવી રહી છે. બીપર જોય વાવાઝોડાં ની સંભાવના ને લઈ છોટા ઉદેપુર જીલ્લા માં શાળા કોલેજો તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવતા વિધાર્થી ઓ ને અવરજવર માં સરળતા રહે તે માટે ચલાવવામાં આવતાં ૪૮ જેટલાં લોકલ બસ રૂટ પણ બંધ કરવામાં આવ્યાં હતાં. આમ છોટા ઉદેપુર એસટી ડેપો દ્વારા કુલ ૫૦ જેટલાં રૂટ રદ કરવામાં આવ્યાં છે જ્યારે ૫ એકસપ્રેસ બસ રૂટો ને રાજકોટ સૂધી ટૂંકાવવા માં આવ્યાં હતાં. જે છોટા ઉદેપુર એસટી ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


