મધમાખીપાલનથી થતા અને વિવિધ ફાયદાઓને ધ્યાનમાં રાખી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે બે દિવસની ડો.વી.પી.ચોવટીયાના માર્ગદશન અને ડો.એચ.એમ.ગજીપરાની પ્રેરણા હેઠળ મધમાખીપાલન ની તાલીમ યોજાય હતી. જેમા ૭૫ જેટલા ખેડૂતોએ તાલીમ લીધી હતી.
આ તાલીમ કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્ય ડો.ડી.કે.વરુ જણાવ્યું કે,મધમાખીપાલન એ ખેતી સાથે સહલગ્ન અને ખેતીમાં મદદરૂપ થતો પુરક વ્યવસાય છે.આનાથી અમૃતસમાન મધુર મધ મળે છે.તેમજ વનસ્પતિમાં પરાગનયનની પક્રિયાથી ખેતી પાક તેમજ બાગાયતી પાકોમાં ઉત્પાદન વધે છે.આ વ્યવસાયથીગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડી તેની આવકમાં વધારો કરી શકે છે.રોજગાર માટે કૌશલ્યની ખાસ જરૂર હોયછે.જેની પાસે કૌશલ્ય હશેતે ગમે ત્યાંથી રોજગારી મેળવવી શકશે.મધમાખીએ ખેડૂતનો મિત્ર કિટક છે.
આ પ્રસંગે આ કાર્યક્રમના કોર્ડીનેટરડો.ડી.એમ.જેઠવાએ જણાવ્યું કે,મધમાખી આશરે ચાર કરોડ વર્ષ પહેલા અસ્થિતત્વમાં આવી હોય તેવું માનવામાં આવે છે.મધમાખી અને માનવનોસબંધ ઘણો જુનો છે.કદાચ આદિ માનવે સૌ પ્રથમ મધુર ખોરાક તરીકે મધનો જ ઉપયોગ કર્યો હશે.ભારતમાં૧૮૮૨માં આધુનિક મધમાખીપાલનની શરૂઆત બંગાળથી થઈ હતી.ઈ.સ. ૧૯૩૮માં ભારતના મધમાખીપાલકોએ ઓલ ઈન્ડીયા બીકીપર્સ એશોસિએશન ની સ્થાપના કરી ને ‘ઈન્ડિયન બી જર્નલ’છાપવાનું શરુ કર્યું હતુ. મધમાખીની ૨૦ પ્રજાતિ છે. તેમાંથી ગુજરાતમાં ઈટાલિયન મધમાખીની પ્રજાતિ અપનાવવામાં આવે છે. ડો.એચ.સી.છોડવડીયા એ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. વધુ માં ડો.જી.આર.ગોહીલએ જણાવ્યું કે,હાલ ઘણા ખેડૂતભાઈઓ પુરક વ્યવસાય તરીકે મધમાખીપાલન કરે છે.અને તેમાંથી સારી એવી આવક મેળવે છે.આ તાલિમમાં મધમાખીપાલન દરમ્યાન લેવાની થતી કાળજીઓઅને માવજત, મધમાખીમાં વપરાતા સાધનો અને તેની ઉપયોગીતા,મધપેટીસાચવવાની પદ્ધતિ,તેમાં આવતા રોગ અને જીવાતોનું નિયત્રણ,ખેતી તથા શાકભાજી પાકોમાં ઉત્પાદનમાં પશુપાલનનીઅગત્યતા,મધમાખીપાલનથી મુખ્ય અને ગૌણ ઉત્પાદકો અને મધ કાઢવાની પદ્ધતિ વગેરે વિષયો ઉપર તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યકર્મનું સંચાલન ડો.બી.એન.કલસરીયાએ કર્યુ હતુ.


