છોટાઉદેપુર એસટી ડેપો મેનેજરે ખાનગી વાહનચાલકો સામે ઉચ્ચ સ્તરે રજૂઆત કરાતા જિલ્લા ટ્રાફિક આરટીઓ અને એસટી વિભાગની ટીમો દ્વારા ખાનગી વાહનમાં પેસેન્જર ભરતા ચાલકો સામે કાર્યવાહી કરાતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો.છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર દ્વારા એસ. ટી. બસ ડેપોની બહાર ખાનગી ટ્રાવેલ્સ દ્વારા બેફામ રીતે મુસાફરો ભરી લઈ જવા સામે રોષ વ્યક્ત કરી જિલ્લા પોલીસવડા તથા વિભાગીય એસટી નિયામક સહિતના વડાઓ પાસે મદદ માટે દાદ માંગી હતી. છોટાઉદેપુર એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, એસટી ડેપોના મુખ્ય દ્વાર પાસે ખાનગી ટ્રાવેલ્સના ચાલકો દ્વારા વહેલી સવારથી મોડી સાંજ સુધી એસટી ડેપોના મુસાફરોને લઈ જાય છે. બસ ડેપોની બહારના વિસ્તારને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવેલો છે જેના પણ સરેઆમ ભંગ કરવામાં આવે છે.છોટાઉદેપુર એસટી ડેપો મેનેજરની ઉચ્ચ સ્તરે કરેલી રજૂઆતના પગલે આજરોજ તારીખ 19મી જૂન 2023ને સોમવારે સવારથી છોટાઉદેપુર આરટીઓ વાય.ડી ચૌધરી જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી વી.એન. ચાવડા, સુરક્ષા નીરીક્ષક ડી.આર. ચૌહાણ,એ.ટી. આઈ મકરાણી વડોદરા વિભાગીય એસ.ટી.વીજીલન્સની ટીમે સાથે મળી એસટી ડેપો પાસે નો પાર્કિંગ ઝોનમાં મુસાફરોની હેરાફેરી કરતા પાંચ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


