Gujarat

ઉનાના ખાપટ-વડવિયાળા રોડ પર મહાકાય અજગર દેખાતાજ વાહન ચાલકોના પૈડાં થંભાવી દીધા…વાહન ચાલકોના શ્વાસ ચડ્યા અધ્ધર… અજગરે રોડ ક્રોસ કર્યાં બાદ વાહન પસાર થયા…

ચોમાસાની સિઝન ચાલું હોય પરંતું હાલ અસહ્ય ગરમીનાં ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પરંતુ પ્રાણીઓ
સાપ અને અજગર જેવા સરીસૃપ પ્રાણીઓ પણ અસહ્ય ગરમીના કારણે ખુલ્લા ખેતરો, ખુલ્લા રોડ પર જોવા મળે છે.
ત્યારે અજગર એક બિન ઝેરી સર્પની જાતિ છે. અજગર સામાન્ય પણે ૭ થી ૯ ફૂટ જેટલો લાંબો હોય છે. ત્યારે આવો જ
એક અંદાજિત ૯ ફૂટ લંબાઈ ધરાવતો અજગર ખાપટ-વડવિયાળા રોડ પર રાત્રીના સમયે એક અજગર પસાર થતા વાહન
ચાલકો એ મોબાઈલમાં કેદ કર્યા હતો.
ઉના ગીરગઢડા રોડ પર આવેલ ખાપટ-વડવિયાળા રોડ પર મોડી રાત્રીના સમયે એક મહાકાય અજગર પસાર થતો જોવા
મળ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકે આ અજગરને જોતા પોતાના વાહન તાત્કાલિક રોકી દીધું હતું. અને
આ મહાકાય અજગર આરામથી પોતાની રીતે રસ્તાની સાઈડમાં આવેલ સીમ વાડીમાં ચાલ્યો ગયેલ આ સમગ્ર ઘટના
વાહન ચાલકો એ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. ત્યારે આ વિસ્તારમાં ખુલ્લા રોડમાં અચાનક મહાકાય અજગર
જોવા મળતા લોકોમાં ભયનો મહોલ ફેલાય ગયેલ હતો…

.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *