સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સંભવિત વાવાઝોડાનો પ્રભાવ હવે પુર્ણ થવાને આરે છે લોકોએ પણ હવે હાશકારો અનુભવ્યો હોય તેવી વેળાએ હવે ચોમાસું ખૂબ ઢુંકડું હોય
સાવરકુંડલા શહેરમાં હવે પ્રિમોન્સુન કામગીરી પૂર જોશમાં થવી જરૂરી છે. શહેરી વિસ્તારોમાં આવેલ તમામ વોંકળાના કચરા માટી સાફ કરવા સંભવિત ઉભરાતી ગટરની સફાઈ કરવી જરૂરી છે. ખાસકરીને દૂર અને છેવાડાના વિસ્તારોમાં આવતી સોસાયટીઓની સફાઈ ખૂબ જરૂરી છે. દા. ત. સાવરકુંડલા હાથસણી રોડ પર આવેલ આસોપાલવ સોસાયટી સોસાયટીના ગટરના કૂવામાં વધુ પ્રમાણમાં માટી અને કચરો ભરાયેલ હોય તો આવા વિસ્તારોની સફાઈ અને સેનીટેશન વિભાગ દ્વારા ત્વરિત યુધ્ધના ધોરણે સફાઈ કરવી જરૂરી છે. શહેરમાં આવેલ ગટર અને વોંકળાને સાફ કરવાં જેથી ચોમાસાના વરસાદ દરમિયાન ગટરો ઓવરફલો થવાના કે ગટરના પાણી રસ્તા પર ન આવે તે માટે પણ આવી પ્રિમોન્સૂન સ્વચ્છતા ઝુંબેશ જરૂરી છે. આમ આગવું આયોજન પણ લોકોને ચોમાસા દરમ્યાન થતી ઘણી મુશ્કેલીઓ ઓછી કરી શકે છે.
