Gujarat

એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો

પાટણ
સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પાટણમાં પણ વરસાદથી તારાજી સર્જાઈ છે. આવામાં સાંતલપુર, રાધનપુર તાલુકામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને લઈ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો છે. સાંતલપુરના ચારણકા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ચારણકા ભેલ કંપની ૧૫ મેગા વોલ્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ઢીંચણ સમાં પાણી ભરાતાં સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાની નુકસાની થવાનો અંદાજ છે. પાટણ શહેર સહીત જિલ્લા માં હવામાન વિભાગ ની આગાહી ને પગલે છેલ્લા બે દિવસ થી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છૅ જેને લઇ જન જીવન પ્રભાવિત બનવા પામ્યું છૅ સતત વરસાદ ને લઇ નીચાણ વાળા વિસ્તાર માં પાણી ગરકાવ થઇ જતા રાહ દારીઓ અને વાહન ચલાકો ને ભારે હાલાકી નો સામનો કરવા નો વારો આવ્યો છૅ તો પાટણ માં વરસાદ ને લઇ ખાલકશા પીર વિસ્તાર ના નીચાણ વાળો હોઈ પાણી ભરાઈ જતા આ વિસ્તાર ની ૨૦ થી વધુ સોસાયટી ના લોકો ને અવર જવર કરવી પણ મુશ્કેલ બનવા પામ્યું છૅ તેમજ વાહન ચલાકો ને પણ અવર જવર કરવી મુશ્કેલ બનવા પામી છૅ તો જિલ્લાબમાં વરસાદ ની વાત કરીયે તો ૨૪ કલાક દરમ્યાન રાધનપુર ૫.૫ ઇંચ, સાંતલપુર ૩ ઇંચ, હારીજ ૩.૫ ઇંચ, પાટણ ૨ ઇંચ, સિદ્ધપુર ૨ ઇંચ, સમી ૨.૫ ઇંચ, સરસ્વતી ૧.૫ ઇંચ, ચાણસ્મા અને શંખેશ્વર માં ૧ ઇંચ થી વધુ વરસાદ વર્ષયો હતો અને હાલ પાણી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છૅ.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *