Gujarat

RBI આયોજીત જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં અસ્નાબાદ પ્રાથમિક શાળા દ્વિતીય ક્રમે વિજેતા                 

ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માટે G-20 નાં સહ યજમાન તરીકે G-20 બેઠકો દરમિયાન જનભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે રાજ્ય કક્ષાએથી પસંદગીની શાળાઓનાં બાળકો માટે ‘નાણાંકીય સાક્ષરતા’ વિષય ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાનું એક પત્રમાં જણાવેલ છે. જે અંતર્ગત જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન  કઠોર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
               સદર સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજેતા પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓનાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં બાળકો રોહન કલસરિયા અને ધ્વનિ ભટ્ટે ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતાં સમગ્ર જિલ્લામાં દ્વિતીય ક્રમે વિજેતા બની તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.
               અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી કલ્પનાબેન પટેલ માર્ગદર્શિત આ બાળકોની સિદ્ધિને શાળાનાં આચાર્ય અમિત પટેલ, શાળાનાં ઉપશિક્ષક અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ એવાં કિરીટભાઈ પટેલ સહિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230626-WA00722.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *